राष्ट्रीयઅરવલ્લી

કોલેજ મોડાસામાં, યુનિ. મથક પાટણમાં..130 KM દૂર કેમ કરી જવુ ..? છાત્રાઓની સમસ્યાને કોણ સમજશે..?

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી...

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ અલગ-અલગ ફેકલ્ટીની 130 કરતાં વધુ કોલેજો આવેલી છે. જેમાં હજારો છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે. આ કોલેજના હજારો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામકાજ અર્થે યુનિવર્સિટીના મુખ્યમથકમાં જવું પડે છે.

અને તેમને તેમના શૈક્ષણિક કામ માટે મોડાસા કે હિંમતનગર નહીં પણ  ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જે 160 કિલોમીટર દૂર પાટણમાં છે ત્યાં જવુ પડે છે….!. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આટલી બધી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા બન્ને જિલ્લા વચ્ચે અલગ યુનિવર્સિટી મળે એવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

આ માંગણીના સંદર્ભમાં જેને લઈને આજે શામળાજી કોલેજ ખાતે બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ સહિત

અલગ યુનિવર્સિટીની માંગ કરી દેખાવો કર્યા હતા. ચૂંટણીઓ નજીક છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓએ પણ આ અંગે સરકારમાં રજૂઆત કરે તો તેમનુ કામ દેખાશે., અને છાત્રોની હાલાકી દૂર થશે.

Related Articles

Back to top button