sabarkathaराष्ट्रीय

કોંગ્રેસના ધરણાં, પણ ભાજપને વાંધો આવે તેમ નથી..

કોંગ્રેસના ધરણાં, પણ ભાજપને વાંધો આવે તેમ નથી..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ કાંઇ દૂર નથી. સાબરકાંઠા અને અરવલ્લી એક હતા ત્યારે મોટા ભાગની બેઠકો કોંગ્રેસ જીતતી હતી. અલગ જિલ્લા થયાં અને કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા તેથી ભાજપ માટે હવે અરવલ્લી અને સાબરકાંઠા સર કરવામાં કેઇ મુશ્કેલી પડે તેમ જણાતુ નથી. દરમ્યાન કોંગ્રેસે પોતાનો ગઢ સાચવવા ભાજપ સરકારની સામે હલ્લાબોલ શરૂ કર્યો છે અને વિજયનગરમાં સરકારની સામે વિરોદ પ્રદર્શન યોજાયા હતા.

વિગતે જોઇએ તો, સાબરકાંઠાના વિજયનગરમાં કોંગ્રેસના મોંઘવારીના વિરોધમાં ધરણા યોજાયા હતા. હાલમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના વધેલા ભાવના વિરોધમાં કોંગ્રેસે ધરણા કરીને કાર્યકરોને સક્રિય કર્યા છે. ધરણાના કાર્યક્રમમાં  કોંગ્રેસે  ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકલાગણીનો પડઘો પાડ્યો હતો  પોલીસ દ્વારા 35 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Related Articles

Back to top button