દહેગામથી રખિયાલ જવાના રોડ ઉપર નીલકંઠ મહાદેવથી આગળ જોગણી માતાના મંદિર આગળ એક આઇસર ચાલકે ત્રણ વ્યક્તિઓને કચડી નાખ્યા હતા જેમાં બનાવના સ્થળે ત્રણના મોત નિપજ્યા હતા.
આ ત્રણ વ્યક્તિઓ એકટીવા લઈને દહેગામથી રખિયાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે માંતેલા સાંઢની જેમ રખિયાલ તરફથી આવી રહેલ આઇસર ચાલકે ત્રણ ને કચડી નાખ્યા હતા. જેમાં આ ત્રણ વ્યક્તિઓ તેમાં એક મહિલા એક બાળક અને પુરુષ નો સમાવેશ થાય છે
રખિયાલ તરફથી આવેલા આઇસર ચાલકે એકટીવા ચાલકને લેતા activa eicherની પાછળની ખેંચાતા બે વ્યક્તિઓના ધડથી માથા અલગ થઈ જવા પામ્યા હતા તેટલો ગંભીર અને જોઇને ભલભલા કાંપી ઉઠે તેવો ગોઝારો અકસ્માત બન્યો હતો.
સરકારી દવાખાનામા તેમના કોઈ સગા દાખલ કર્યા હતા ત્યાંથી કોઈ સગાને ત્યાં સ્નાન કરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં એકટીવા વાહન લઈને જતા આઇસર ચાલકે ઝપટમાં લેતા ત્રણના મોત થયા હતા. મરનાર વ્યક્તિમાં 1, ધૂરીબેન રોહિતસિંહ ઠાકોર, નાગજીના મુવાડા તાલુકો દેહગામ 2, ભીખાજી માધુસિંહ કંથેરીના સાપરા દેગામ અને 3, દક્ષિતસિંહ ભીખાજી કંથેરીના સાપરા દેગામનો સમાવેશ થાય છે. આ દર્દનાક બનાવમાં બાબેટા નું ઘટના સ્થળે જ મોત થયા હતા.




