દેશભક્તિઃ મારી માટી-મારો દેશ કાર્યક્રમમાં સાબરકાંઠામાંથી 6 હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જશે……
દેશભક્તિઃ મારી માટી-મારો દેશ કાર્યક્રમમાં સાબરકાંઠામાંથી 6 હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જશે......
” દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે “હર ઘર તિરંગા” અભિયાન યોજવાની દેશવાસીઓને પ્રેરણા આપી હતી. જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. તેજ રીતે પ્રધાનમંત્રીએ આ વર્ષે ” મેરી માટી મેરા દેશ ” અભિયાન આઝાદીના અમૃતકાળમાં યોજવાની દેશવાસીઓને પ્રેરણા આપી હતી.
આ અંગે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ હિંમતનગર શહેરમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વધુમાં જણાવેલ કે, ગત 9મી ઓગષ્ટે પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમના 103માં એપિસોડમાં આ અભિયાન અંગે દેશવાસીઓને જણવ્યું હતું. દેશને આઝાદી અપાવવા જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેવા વીર શહીદો અને વીરાંગનાઓને સન્માન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃતકાળના 75માં વર્ષના અંતે આ અભિયાનનું સમાપન થઇ રહ્યું છે. ત્યારે દિલ્હી મુકામે આયોજિત મુખ્ય કાર્યક્રમના 27મીના રોજ અમદાવાદના રિવર ફ્રન્ટ મુકામે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી વિધાનસભા દીઠ એક કળશ અહીં લાવવામાં આવશે.
હિંમતનગરમાં જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે સાબરકાંઠા જિલ્લામાં 4 તાલુકાઓ માં તમામ વોર્ડ તથા ગામોમાં, પ્રત્યેક બૂથમાં “મારી માટી મારો દેશ” અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્રત્યેક ઘરમાંથી માટી અથવા ચોખાના દાણા લઈને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠા માંથી 6 હજાર કાર્યકર્તાઓ અમદાવાદ જશે.”
કનુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 7500 કળશમાં માટી અને છોડ લાવવામાં આવશે. આ ભેગી થયેલી માટી કળશ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક નિર્માણાધીન અમૃત વાટિકામાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ અમૃત વાટિકા “એક ભારત , શ્રેષ્ઠ ભારત” નું પ્રતીfક બની રહેશે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી સાબરકાંઠા જિલ્લામાંથી “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમમાં ગામોમાં આવતા શહીદ પરિવારોની પણ મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમની માહિતી આપી હતી.
આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવાર, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પંકજ ધુવાડ ઉપસ્થિત રહ્યા હતા,




