હિંમતનગરમાં એક સાથે બબ્બે હત્યા અને તે પણ નિવૃત પોલીસ પરિવારની….!
હિંમતનગરમાં એક સાથે બબ્બે હત્યા અને તે પણ નિવૃત પોલીસ પરિવારની....!
સાબરકાંઠામાં જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ચોંકાવનારી નઅને સનસનાટી મચાવે એવી એક ડબર મર્ડરની ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો કર્યા છે. એટલુ જ નહીં આ ડબલ મર્ડર એક નિવૃત પોલીસ કર્મી અને તેની પત્નીના થયા છે.
વિગતે જોઇએ તો, હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. શહેરના રામનગર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનામાં એક નિવૃત્ત પોલીસ કર્મીના ઘરે આવેલા અજાણ્યા શખ્શોએ બન્ને પતિ પત્નીની હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. હત્યારાઓએ તિક્ષ્ણ હથિયાર ઘટનાને અંજામ આપ્યું હતું..
શહેરમાં નિવૃત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા કરાઈ હોવાની વાત ફેલાતા સનસનાટી મચી ગઇ હતી.
કેમ કે આ ડબલ મર્ડર કાંઇ રાતના સમયે નહીં પણ ધોળા દિવસે જ ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો થઇ રહ્યાં છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયાએસપી એલ સી બી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.




