છેલ્લા બે વર્ષથી ફરારી આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ…
છેલ્લા બે વર્ષથી ફરારી આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ...
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલનાઓએ હાલમા લોકસભા ચુંટણી અન્વયે સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગમાં કાર્યરત હતા.
દરમ્યાનમાં, તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને બસ સ્ટેન્ડ પાસે આવતા અમોને બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બી ડીવી.પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૬૨૨૦૬૩૪/૨૦૨૨ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ કલમ- ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબના અને ખેરોજ પોલીસ સ્ટેશન પાર્ટ એ.૧૧૨૦૯૦૦૩૨૨૦૨૩૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ. ૩૦૭,૧૪૩, ૧૪૭, ૧૪૮૧૪૯,૪૩૫,૪૨૭,, ૧૨૦ (બી), આર્મ એક્ટ ૨૫(૧-બી) (એ)૨૭ તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી મો.શોએબખાન અબ્દુલહફીસખાન ઉર્ફે ચિકુલાલા જાતે પઠાણ રહે,કોટડા છાવણી, પંચાયત સમીતી પાસે તા.કોટડા જી.ઉદેપુર (રાજ.)વાળો બસ સ્ટેન્ડ પાસે ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ, હિંમતનગર બી ડીવીઝન પોલીસને છેલ્લા બે વર્ષથી હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ્ના ગુન્હામા તેમજ ખેરોજ પોલીસ સ્ટેશનના ફાયરીંગના ગુન્હામા નાસતો ફરતો આરોપી ઝડપી પાડવામા સફળતા મળેલ છે.
આ કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓમાં (૧) પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.ઉદાવત (૨) અ.હેડ.કોન્સ કિરપાલસિંહ દિપસિંહ (૩) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ (૪) આ.પો.કો હસમુખભાઈ જેઠાભાઈ (૫) અ.પો.કો.ધરમવીરસિંહ દિલીપસિંહનો સમાવેશ થાય છે.




