અરવલ્લીના મેઘરજના વાસણા નજીક ત્રણ બાળકોને વીજ કરંટ લાગવાની ચોંકાવનારી ઘટના બની હતી. જો કે તેમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પણ જાહેરમાં પણ વીજ કરંટ લાગે છે તેથી સાવચેત રહેવાની જરૂર છે.
વિગતે જોઇએ તો, મદારી સમાજના બકરાં ચરાવવા ગયેલા બાળકોને અજાણતાં વીજ તાર અડકી જતાં કરંટના આંચકા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ મદારી સમાજના ત્રણેય બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોતાના બાળકોને કરંટ લાગતા પરિવાર ચિંતાતુર બન્યા હતા.




