ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જતા અખિલ ભારતીય કિસાન સભાએ વિશેષ પેકેજની માંગ સાથે હિંમતનગર બસ સ્ટેશન આગળ દેખાવો કર્યા હતા.
ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતને ઘમરોળી નાખ્યું છે….ત્યારે ખેતીને પણ આના કારણે મોટું નુકસાન થયું છે… જેને લઈને આજે અખિલ ભારતીય કિસાન સભા સાબરકાંઠા જિલ્લા સમિતિએ ખેતક્ષેત્રને બચાવવા માટે તથા ખેડૂત અને ખેત મજૂરો માટે વિશેષ પેકેજની માંગણી સાથે દેખાવો કર્યા હતા…
જેમાં બસ સ્ટેશન આગળ દેવા નાબુદી, પોષણક્ષમ ભાવ, એમએસપીની ગેરંટી માટેનો કાયદો, 200 દિવસની રોજગારી સહિતની માંગણીઓને લઈને અખિલ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ દેખાવો કરતા “બી” ડિવિઝન પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી..અને તેમને ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અવસર વિત્યે છોડી દેવામાં આવ્યાં હતા.




