sabarkathaराष्ट्रीय

ગ્રાન્ટ ઉપયોગ થાય છે કે વહીવટ થાય છે? લોકોમાં ચર્ચાતો એક સવાલ

ગ્રાન્ટ ઉપયોગ થાય છે કે વહીવટ થાય છે? લોકોમાં ચર્ચાતો એક સવાલ

સરકારશ્રી દ્વારા ગામોના વિકાસ માટે સારી એવી અને માગ્યા મુજબ ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા તે ગ્રાન્ટ પોતે પોતાના ફાયદા માટે યોગ્ય રીતે ચકાસણી કર્યા વગર આડેધડ કામો કરવામાં આવે છે જેના કારણે વચેટિયાઓ અને પોતાના ખિસ્સા ગરમ થાય છે અને ગામમાં થયેલ તે કામ સમય મર્યાદા પહેલા નોનયુઝ થઈ જાય છે જેના પાછળ જોતા મોટાભાગે એવું ફલીત થાય છે કે પંચાયતી વિભાગોમાં ખરાબ કામગીરી કરનારાઓ વિરુદ્ધ લોકો ફરિયાદો તો કરે છે પરંતુ કડક પગલાં નાં લેવાતા હોવાના કારણે અને તપાસનીશ દ્વારા તેમનો બચાવ કરતા રહેતા હોય આવી ભ્રષ્ટાચાર વાળી કામગીરી બેખોફ ચાલુ જ રહે છે.

જાગૃત નાગરિક દ્વારા હાથરોલ ગામમાં આવા ખોટા કામની ફરિયાદો કરવા છતાં આજદિન સુધી તાલુકા પંચાયત દ્વારા કોઈ પગલાં લેવાયા નથી ને નવો ઉત્કૃષ્ટ નમૂનો તૈયાર થઈ ગયો છે શું કરવું???? જાગૃત નાગરિક દ્વારા  આ પ્રકારની અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. તંત્ર આ અંગે ધ્યાન આપે એવી લાગણી જોવા મળી રહી છે.

Related Articles

Back to top button