20 વર્ષે રોડ બન્યો પણ હાલ-બેહાલ..બિસ્માર..! ઠેકેદાર જવાબદાર..! પગલાં ભરવા માંગણી..
20 વર્ષે રોડ બન્યો પણ હાલ-બેહાલ..બિસ્માર..! ઠેકેદાર જવાબદાર..! પગલાં ભરવા માંગણી..
ભોલેશ્વરથી પરબડા રોડ છેલ્લા ૨૦ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો..તાજેતરમા જ જિલ્લા પંચાયત વિભાગ હિંમતનગર દ્વારા ટેન્ડર દ્વારા ગંગારામ પટેલ એજનસી- ઇડરને ૧ કરોડ ૮૭ લાખ ના ખર્ચે આરસી.સી તેમજ ડામર રોડ બનાવવા માટે વર્ક ઓર્ડર આપેલ .જેની ડિફેક્ટ લાયબલિટી ૩ વર્ષની છે. જાણ સારૂ…

બાર વર્ષે બાવરિયો પાક્યો એ કહેવત અહીં સાર્થક થાય છે.પરબડા ભોલેશ્વરના ગ્રામજનો માટે ખુશીનો સમય આવ્યો.આટલા વર્ષો પછી રોડ બનશે એની સૌ ગ્રામજનો ના ચેહરા પર એક અનેરી ખુશી જોવા મળતી હતી. એજન્સી દ્વારા પહેલા આરસી.સી રોડ બનાવ્યો પછી હમણાં જ ડામર રોડ બન્યો.કામગીરી પૂર્ણ થયેલ.૨૭ હિંમતનગર વિધાનસભાના ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલ પરબડા ભોલેશ્વર આરસી.સી.ડામર રોડ ટેન્ડર સ્પેશિફિકેશન મુજબ ગુણવત્તાયુક્ત કામગીરી થયેલ ના હોવાના કારણે આપ ફોટો વિડિઓ તેમજ સ્થળ ઉપર જઈ જોઈ શકો છો જેમાં આરસી.સી રોડની સરફેસમાંથી કપચી મહત્તમ જગ્યાઓ ઉપર બહાર આવી ગયેલ છે અને અત્યાર થી જ સી.સી.રોડમાં ખાડા પડવાના ચાલુ થઈ ગયેલ છે.

ચોમાસાના વરસાદમાં સી.સી રોડના વચ્ચે થી જોઈન્ટ ખુલવા લાગ્યા આર. સી.સી રોડ પણ ડામર રોડ તૂટવા લાગ્યો. અને ત્યાં પણ ધીરે ધીરે વાહનોની અવર જવર થાય તેમ સી.સી.રોડની સરફેસ તૂટી મોટા ખાડામાં પરિવર્તિત થઈ રહેલ છે.અને પરબડા ભોલેશ્વરના ગ્રામજનો દુઃખી હૃદયે બે દાયકા પછી બનેલ રોડની દુર્દશા જોઈ નિઃસાસા નાખી રહ્યાં છે.
.ટેન્ડર સ્પેશિફિકેશન મુજબ કામગીરી થયેલ ના હોઈ સી.સી રોડમાં પૂરતા પ્રમાણમાં અને પૂરતા સમય મુજબ ક્યોરિગ ન થયેલ હોવાના લીધે સી.સી રોડ બનતાની સાથે જ તૂટી રહ્યો છે. તેની જવાબદારી કોની ? ૨૭-હિંમતનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી /જિલ્લા પંચાયતના અધિકારીઓ રોડની મુલાકાત લેશે ? નાગરિકોના ટેક્ષ રૂપી સરકારશ્રીના ગ્રાન્ટના નાણાં ભ્રષ્ટાચાર રૂપી દાવાનળમાં હોમાઇ ગયા હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
વહેલી તકે પરબડા ભોલેશ્વર સી.સી રોડની જિલ્લા પંચાયતના સક્ષમ વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી નવીન બનેલ સી.સી રોડ રિપેર થાય અને સી.સી ડામર રોડ તૂટવાના કારણોની તપાસ થાય તપાસ અંતે દોષિત જણાયે એજનસી/ અધિકારીઓ ઉપર કાયદા મુજબ કાર્યવાહી થાય એવી જાહેર હિતમાં માંગણી છે.
વર્ક ઓર્ડરની નોંધઃ જાહેર પ્રજાની જાણ સારૂ, સંગઠન તરફથી
ડી.પી.આર. યોજનાઓ અને અંદાજ M.M.G.S.Y. 2020-21 ( 95 -3054 SCSP- વર્ક રોડનું નામ (VR), તા. હિમતનગર, જિ: એસકે અંદાજ કિંમત રૂ. 17900000.00 જોબ નંબર APC/1220/JN/20/D1/030d. /12/20 એક્ઝિક્યુટિવ એન્જીનીયર આર. એન્ડ બી. પંચાયત વિભાગ હિમતનગર.




