એક પોલીસકર્મી પાસપોર્ટદીઠ 2000 થી 5000 જેટલી રકમ પડાવી રહયાંનો દાવો..તપાસ થશે..?
એક પોલીસકર્મી પાસપોર્ટદીઠ 2000 થી 5000 જેટલી રકમ પડાવી રહયાંનો દાવો..તપાસ થશે..?

અરવલ્લી જિલ્લામાં પોલીસ ખોટી રીતે પૈસા પડાવી રહ્યાંની અરજી સોશ્યલ મીડિયામાં થોડા સમય પહેલા અરજી વાયરલ થતા દોડધામ મચી ગઇ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટાફનો કોન્સ્ટેબલ પટેલ અજય મોતીભાઈ જે LIBનું કામ કરી રહ્યો છે અને ખોટી રીતે પૈસા પડાવતો હોવાની અરજી વાયરલ થતાં ચકચાર મચી હતી.
આ અરજી પોલીસ અધિક્ષક અરવલ્લીને કરવામાં આવી છે અને આ અરજીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉચ્ચ અધિકારીઓના ખોટા નામે પૈસા પડાવી રહ્યો છે. એક પાસપોર્ટ દિઠ 2000 થી 5000 જેટલી રકમ લોકો પાસે પડાવી રહયાંનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
હવે આ અરજી અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક તાપસ કરશે કે અરજી એક સાદું કાગળ બનીને પડી રહશે એ જોવાનું રહ્યું…!
ચર્ચા એ પણ છે કે આ તો એક અરવલ્લી જિલ્લાનું ચિત્ર કે કિસ્સો છે પણ જો સાબરકાંઠા જિલ્લામાં પણ ડી.એસ.પી ઓફિસમાં પણ ફાઈલ લઈ જવા ભલામણો કરવા ખોટી રીતે પૈસા પડાવી રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે. આની તપાસ સાબરકાંઠા પોલીસ અધિક્ષક દ્વારા તપાસ કરવામાં આવે તો ગણા નામો ખૂલે એમ છે સુ સાબરકાંઠા પોલીસ અધિક્ષક તપાસ કરશે કે પછી કોઈ જાગૃત નાગરિક જાગશે ત્યારે તપાસ થશે…?




