sabarkathaराष्ट्रीय

ભોલેશ્વર અંબેમાની મંદિરની બાજુમાં બે લાઇન ભળી જશે રોગચાળો ફાટી નિકળશે…

ભોલેશ્વર અંબેમાની મંદિરની બાજુમાં બે લાઇન ભળી જશે રોગચાળો ફાટી નિકળશે...

કોઇપણ ગામ કે શહેરમાં  પાણીજન્ય રોગચાળો ફિટી નિકળે ત્યારે તેના મૂળમાં ગટરનું પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી ગયેલુ માલુમ પડે છે. અને આ બે લાઇનો વચ્ચે ખાસ્સુ અંતર રાખીને પાઇપલાઇનો નાંખવામાં આવે છે. જો કે અહીં દર્શાવેલ એક વિસ્તારમાં બે લાઇનો નજીક નજીકમાં છે ત્યારે ગમે ત્યારે રોગચાળો ફાટી નિકળે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.

જુનુ પરબના ગ્રુપ ગ્રામ પંચાયત અને અત્યારે હાલમાં સમાવિષ્ટ થયેલાં નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભોલેશ્વર અંબેમાની મંદિરની બાજુમાંથી પસાર થતી ગંદા પાણીની ગટર લાઈન અને પીવાના પાણીની લાઈન એમ બે  લાઇન જોડે છે, પરિણામે જો  ગટર લાઇન લિકેજ થશે તો પીવાના પાણીની લાઇન સાથે ગંદુ પાણી ભળી જતાં  રોગચાળો ફાટી શકે તેમ છે.

આ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે  એવુ કાંઇ થાય તે પહેલા સાવચેતીના જરૂરી પગલા  લેવાવા જોઇએ. તેથી આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Articles

Back to top button