sabarkathaराष्ट्रीय

જિલ્લાના 61 કોરોના વોરિયર્સને સંગઠન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી..

જિલ્લાના 61 કોરોના વોરિયર્સને સંગઠન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી..

ભારતમાં કોરોના કાળમાં નાગરિકો સહિત સંખ્યાબંધ ડોકટરો તેના ભોગ બન્યા તેની સાથે સાથે આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનામાં શહીદ તયા હતા. શહીદ ટલા માટે કેમ કે સરકારે તેમને કોરોના વોરિયર્સ જાહેર કર્યા હતા. તેમાંથી જિલ્લામાં શહીદ તયેલો કોરોના વોરિયર્સને શોકાંજલિ અર્પવામાં આવી હતી.

વિગતે જોઇએ તો, ચાઇનીઝ બિમારી કોરોનામાં શહીદ થયેલા 61 કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ એકઠા થયા હતા…

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે 487 આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી કોરોનામાં શહીદ થયેલા 61 કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી… અને આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું…. આ ઉપરાંત પોતાની પડતર માંગણીઓને કારણે તેઓ હડતાલ ઉપર છે તે માગણીઓ પણ જલ્દીમાં જલ્દી પૂરી કરવા માટે તેમણે રજૂઆત કરી હતી, એમ પ્રમુખ, આરોગ્ય કર્મચારી મંડળે જણાવ્યું હતું.

Related Articles

Back to top button