गुजरातराष्ट्रीय

જય અંબેઃઅંબાજીમાં હવે વીઆઇપી દર્શન નહીં….જનરલ લાઇનમાં આવો…અને માડીને નમન કરો..

જય અંબેઃઅંબાજીમાં હવે વીઆઇપી દર્શન નહીં....જનરલ લાઇનમાં આવો...અને માડીને નમન કરો..

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં જ પૈસા લઈને VIP દર્શન કરાવાતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. જે બાદ હવે મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે.

નોંધનીય છે કે, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈને આક્ષેપ કર્યો હતો અને વીડિયો જાહેર કર્યો હતો. જેના પગલે  વહીવટીતંત્ર દોડતું થયું હતું.

મા અંબાના ચાચર ચોકમાં  અંબાજી મંદિરમાં વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવતા હોય છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો હતો કે મંદિરમાં રૂ.5 હજાર લઈને VIP દર્શન કરાવવામાં આવે છે. વહીવટદારના વહીવટમાં મંદિરનો વહીવટ કથળ્યો છે. તમામ સનાતનીઓએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ એવી અપીલ કરી હતી..

તે પછી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે, અંબાજી મંદિરમાં પૈસા લઈને દર્શન કરાવવામાં આવતા નથી. મંદિરમાં કોઈપણ જાતના VIP દર્શનની વ્યવસ્થા નથી.

Related Articles

Back to top button