થઇ જાવ તૈયારઃ 30મીએ ફરી શરૂ થશે ‘મન કી બાત’….મોદીજીનો હશે આ 111મો એપિસોડ…
થઇ જાવ તૈયારઃ 30મીએ ફરી શરૂ થશે 'મન કી બાત'....મોદીજીનો હશે આ 111મો એપિસોડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ ફરી એકવાર 30 જૂનથી ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. હા, પીએમ મોદીએ પણ આ મામલે ખુશી વ્યક્ત કરી છે.પીએમ મોદીએ આ એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા
લોકસભાની ચૂંટણીને કારણે થોડા સમયના અંતરાલ બાદ ‘મન કી બાત’ કાર્યક્રમ ફરીથી ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થવા જઈ રહ્યો છે. આ સાથે પીએમ મોદીએ આ એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.
‘મન કી બાત’નો 111મો એપિસોડ 30 જૂને પ્રસારિત થશે. વડાપ્રધાન મોદીએ લોકોને MyGov ઓપન ફોરમ, નમો એપ પર લખીને અથવા 1800 11 7800 પર સંદેશ રેકોર્ડ કરીને ‘મન કી બાત’ના 111મા એપિસોડ માટે તેમના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી.
પીએમ મોદીએ આ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ચૂંટણીના કારણે થોડા મહિનાના વિરામ બાદ ‘મન કી બાત’ પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે.” આ મહિનાની ઇવેન્ટ 30 જૂન, રવિવારના રોજ યોજાશે. હું તમને બધાને આ માટે તમારા મંતવ્યો અને ઇનપુટ્સ શેર કરવા માટે આહ્વાન કરું છું…”




