Blog
ડીસાઃ જાહેર બગીચામાં મહિલા નમાજ કરતી હોવાના મામલે MLAએ પત્ર લખ્યો…..
ડીસાઃ જાહેર બગીચામાં મહિલા નમાજ કરતી હોવાના મામલે MLAએ પત્ર લખ્યો.....

બનાસકાંઠા જિલ્લામાં એક મહિલા જાહેર બગીચામાં નમાજ કરી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ આ અંગે ડીસા નગર પાલીકાને એક પત્ર લખીને જાણ કરી છે. તેઓએ આ વીડિયો અંગે પૂરી વિગતો સુનિશ્ચિત કરવા માટે અને ભવિષ્યમાં ફરીથી આમ ના થાય એ માટે પાલિકા સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.
વીડિયો ડીસાના નાનાજી દેશમુખ બગીચાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાહેર બગીચામાં આ રીતે નમાજ પઢવાને લઈ આ રોષ દર્શાવ્યો છે. પાલિકાને ધારાસભ્યને કહ્યું છે કે, આ એક લોકોના હરવા ફરવા માટેનું સ્થળ છે. બગીચામાં ધાર્મિક પ્રવૃત્તિ કરવાને લઈ સ્વાભાવિક લોકોમાં રોષ હોવાનું બતાવ્યું હતું.




