राष्ट्रीयઅરવલ્લી

એસ ટી અમારી સલામત સવારી..? ના, એસ ટી અમારી, બિન-સલામત સવારી…! જોઇ લો..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા-અરવલ્લી...

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના તરકવાડા ગામ પાસે એક એસ ટી બસ રસ્તાની સાઈડમાં ઉતરી ગયાની ઘટના બની છે.

વિગતે જોઇએ તો, મેઘરજ – અંબાજી બસ એકાએક રસ્તાની બાજુમાં ઉતરી જતા મુસાફરો અટવાયા હતા.આ એસ ટી બસમાં હતા 12 જેટલા મુસાફરો સવાર હતા. જો કે સદનશીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

રસ્તા પરથી નીચે ઉતરી ગયેલી એસટી બસને ગ્રામજનો દ્વારા ભારે જહેમત બાદ જેસીબી મશીન દ્વારા બહાર કઢાઈ હતી અને બસના કંડક્ટર અને ડ્રાંઇવરે તરકવાડા ગ્રામજનોનો ખૂબ ખૂબ આબાર માન્યો હતો.

Related Articles

Back to top button