राष्ट्रीयદહેગામ

નવરાત્રિ મહાઆરતીમાં છૂટા હાથે દાન કરતાં ભામાશા રોહિતજી ઠાકોર..જય હો…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ……

દહેગામ તાલુકાના જાલીયાનામઠ ગામે તેમજ સાપા ગામ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ગરબા રસિકોની લાઈન લાગી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાપા જાલીયાના મઢ અને બારીયાના છાપરામાં તેમજ નવાનગર જેવા વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા જલીયાના મઠ અને બારીયાના સાપરા નવાનગર ખાતે નવરાત્રી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે તેવા સમય  દહેગામ તાલુકામાં છેલ્લા 15 વર્ષથી જનસેવાના કાર્યોમાં અવિરત સેવા આપતા અને ગરીબોના બેલી બનીને સેવાનો અવિરત ધોધ વરસાવતા અને દાન દક્ષિણામાં આગવું સ્થાન ધરાવતા સેવાભાવી દાતા શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશા ગઈકાલે રાત્રે તેમની ટીમ સાથે શાપા જલીયાના મઢ અને બારીયા ને સાપરા તેમજ નવાનગર ખાતે નવરાત્રીના પાવન પર્વમાં આયોજકોને રૂબરૂ મુલાકાત કરી હતી.

ભામાશાએ તેમની કામગીરીની કદર કરી માં અંબા માતાના ધામે જ શિશ ઝૂકાવીને આરતી કરીને આરતીમાં તેમજ દાન દક્ષિણા રૂપે સાપા  ગામમાં આયોજકોને 21 000, જાલીયાના મઠ ગામે 21000,  બારીયાના સાપરા ગામે 5000 અને મગોડી ખાતે 18,000 આપીને માતાજીની સાચી શ્રદ્ધાથી આરાધના કરીને આરતી ઉતારી હતી અને જાલીયાના મઢ ગામે પણ માતાજીના ખેલૈયોના ગરબા જે ચાલતા હતા તેમાં રોહીતજી ઠાકોર ખેલૈયા સાથે ભાઈચારાની ભાવના સાથે મહાકાળી માતાજી આરાધના કરીને ઘુમતા નજરે પડતા હતા.

 આ ચારેય જગ્યાએ આયોજકોએ રોહિતજી ઠાકોરને ખૂબ જ સન્માનિત કરીને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું અને મા અંબા પ્રત્યે રોહીજીની પૂરેપૂરી શ્રદ્ધા હોવાથી તેમના સકલ મનોરથ માં અંબા અને મહાકાળી માતા પૂરા કરશે અને જે સંકલ્પ લઈને નીકળ્યા છે તેમાં તેમની પૂરેપૂરી સફળતા મળશે તેવા આશીર્વાદ પર સ્થાનિકો આપતા નજરે પડતા હતા.

 અને રોહિતજી ઠાકોર નિખાલસ સ્વભાવ અને પ્રજા પ્રેમી હોવાથી એક નાના ગરીબ સાથે પણ ભાઈચારાની ભાવના કેળવતા જોવામાં મળ્યા હતા કદાચ આવા નેતા દેગામની મળવા મુશ્કેલ છે અને દહેગામ તાલુકામાં હજી કોઈ એવો નેતા પાક્યો નથી કે નવરાત્રિમાં જઈને માતાજીના આરતી રૂપે અને દાન દક્ષિણા માટે તેમજ પ્રસાદી માટે આટલું ભારે દાન કરે. તેથી  તાલુકાના નવરાત્રી મહોત્સવના આયોજકો એ મહાકાળી માતાજીની જય બોલાવીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા નજરે પડતા હતા

Related Articles

Back to top button