गुजरातराष्ट्रीय

અજબગજબઃ નષ્ટ કરવા આપેલ દારૂ વેચી માર્યો, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

અજબગજબઃ નષ્ટ કરવા આપેલ દારૂ વેચી માર્યો, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

રાજસ્થાનના ડુંગરપુરમાં પોલીસની તસ્કરો સાથેની સાઠગાંઠ સામે આવી છે. ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો પાસેથી જે દારૂ પકડાયો હતો અને તેને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે દારૂ ગુજરાત પોલીસ પાસેથી મળી આવ્યો છે. આ ખુલાસા પછી ઉદયપુર પોલીસ રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રફુલ્લ કુમારે ડુંગરપુરના પોલીસ અધિક્ષક અનિલ મીણા, બિછીવાડા પોલીસ ઓફિસર રણજિત સિંહ અને માલખાના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રત્નારામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

બિંછીવાડા પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસ અધિક્ષક મીણાની હાજરીમાં નવ હજારથી વધુ દારૂની પેટીઓ 26થી 31 ઓગસ્ટ વચ્ચે નષ્ટ કરી હતી. આ દારૂને પોલીસે 2012થી 2020 વચ્ચે જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂ બિછવાડા પોલીસ સ્ટેશનના ગોડાઉનમાં પડ્યો હતો. ત્યાંના હેડ કોન્સ્ટેબલ રત્નારામ હતા. ત્રણેય પોલીસ કર્મીઓની હાજરીમાં આ દારૂ પર બુલડોઝર ફેરવીને નષ્ટ કરવાની માહિતી મીડિયાને ફોટો સહિત મોકલવામાં આવી હતી. ત્યારે ગુજરાત સ્ટેટ પોલીસના મોનિટરિંગ સેલે બે સપ્ટેમ્બરે મહિસાગર જિલ્લાના કોટંબા ગામેથી દારૂનું કાર્ટૂન ભરેલી એક કાર જપ્ત કરી હતી.

જપ્ત કરેલા દારૂની તપાસ કરવામાં આવી તો આ જ દારૂ ડુંગરપુરના બિછીવાડા પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે રાજસ્થાન પોલીસના મુખ્ય અધિકારીને જાણકારી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. પોલીસ મહાનિદેશકે ઉદયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષકને તપાસ સોંપી હતી. ત્યારે તપાસ દરમિયાન તસ્કરો સાથે પોલીસ અધિકારીઓની મિલીભગત સામે આવી હતી. આ મામલે જવાબદાર ઓફિસર અતિરિક્ત પોલીસ અધિક્ષક અનિલ મીણા, બિછીવાડા પોલીસ અધિકારી રણજિત સિંહ અને ગોડાઉનના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રત્નારામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેટલું જ નહીં, તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેની તપાસ રાશિ ડોગરાને સોંપવામાં આવી છે.

Related Articles

Back to top button