राष्ट्रीय

આગામી 3 દિવસ હિટવેવની આગાહી, માવઠાને પગલે ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે..

આગામી 3 દિવસ હિટવેવની આગાહી, માવઠાને પગલે ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે..

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમી અને વરસાદવાળું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે ગરમી અને વરસાદ વચ્ચે હિટવેવની આગાહી કરી છે. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે કેટલાક અન્ય વિસ્તારોમાં આગામી 3 દિવસ હિટવેવની અગાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ આગામી 3 દિવસ માટે વલસાડ, સુરત, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની અગાહી કરવામાં આવી છે, સાથે જ આવતીકાલે કચ્છમાં પણ હિટવેવની અગાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 15 મેના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 16 મે એ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં પડી શકે છે. વરસાદ આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે. જ્યાં બે દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં થશે વધારો. લગભગ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધાતા લોકોને ગરમીનો અહેસાસ થશે.

Related Articles

Back to top button