राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લીઃભિલોડાના શીલાદરી પાસે ચાર યુવકોના બુઢેલી નદીમાં ડુબવાથી મોત નિપજતાં ગામમાં ગમગીની ભર્યો માહોલ

પ્રતિનિધિ:જેયદીપ ભાટીયા…..

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શીલાદરી ગામ પાસે આવેલી બુઢેલી નદીમાં નાહવા પડેલા ચાર યુવકોનું મોત નીપજતા ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો 

વધુ પ્રાપ્ત માહિતી મુજબ શીલાદરી ગામના 15 થી 20 વર્ષના ઉંમરના ચાર યુવકો નદીમાં નાહવા પડતાં મોત નીપજતા ગામમાં શોકનું વાતાવરણ છવાયું હતું.

 સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા 

સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ થી મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મરનાર યુવકોમાં (૧) અસારી પ્રિતેશભાઈ પોપટભાઈ (૨) અસારી રામેશ્વર અશોકભાઈ (૩) અસારી દિલખુશ વિપુલભાઈ (૪) બાંગા કલ્પેશ અર્જુનભાઈ મરનાર તમામ ચાર યુવકોની ઉંમર 15 થી 20 વર્ષની હતી તમામ શીલાદરી ગામના રહીશ હતા

Related Articles

Back to top button