राष्ट्रीय
ટ્રક ભરીને ચલણી નોટો ઝડપાઇ…! રકમ છે માત્ર 750 કરોડ…! કોના છે એ પૈસા..?
ટ્રક ભરીને ચલણી નોટો ઝડપાઇ...! રકમ છે માત્ર 750 કરોડ...! કોના છે એ પૈસા..?
આવતા મહિનામાં તેલંગાણા સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કેરળથી આવતો અને હૈદરાબાદ જઈ રહેલા ટ્રકની પોલીસે તલાશી લેતા તેમાં અધધધ… 750 કરોડ રૂપિયાની ચલણી રોકડ નોટોનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
જો કે આ મામલે તપાસ કરતા આ રોકડનો જથ્થો સરકારી બેન્કનો હોવાનું બહાર આવતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. રસપ્રદ વાત એ છે કે ચલણીનોટોમાં આ જથ્થો એવી જગ્યાએ ઝડપાયો હતો જયાં દાણચોરીનો ઘણો માલ એફ રાજયમાંથી બીજા રાજયમાં ઘુસાડવામાં આવે છે.




