કલેકટર અને ભૂમાફિયાની સાથેગાંઠમાં ખેડૂતોની જગ્યા પચાવી પડાઈ હોવાનો આરોપ…..
કલેકટર અને ભૂમાફિયાની સાથેગાંઠમાં ખેડૂતોની જગ્યા પચાવી પડાઈ હોવાનો આરોપ.....
એસ. કે લાંગા અને કે.રાજેશ બાદ વધુ એક કલેક્ટર વિવાદમાં આવ્યા હોવાની અટકળો વહેતી થઇ છે. અને જેમનું નામ વહેતુ થયું છે તેમાં સાબરકાંઠા કલેકટર નૈમેશ દવેનું નામ બહાર આવ્યું છે અને કહેવાય છે કે તેમની વિરુદ્ધમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
ભૂમાફિયાઓની સાથે મિલીભગતમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે, અને ઉચ્ચકક્ષાની તપાસ માટે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે.
આરોપ એ છે કે , સરકારી તિજોરીને નુકસાન થાય એ રીતેની સાંઠગાંઠ કરીને ખેડૂતોને હેરાન કરાય છે.કલેકટર અને ભૂમાફિયાની સાથેગાંઠમાં ખેડૂતોની જગ્યા પચાવી પડાઈ હોવાનો આરોપ છે. સાબરકાંઠાના તલોદની ખેતી લાયક જગ્યા ભૂમાફિયાઓ એ પચાવી પાડી છે. કહેવાય છે કે, ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ ચુકી છે.
સર્વે નંબર –ની જગ્યાઓમાં કોર્ટના હુકમ બાદ પણ સાંઠગાંઠમાં રહીને કલેકટર કચેરીમાં ઠાગાઠૈયા કરીને એક ખેડૂતે બીજા ખેડૂતોને અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરી આપવાનો કલેકટર દ્વારા ઇન્કાર કરાયો હતો. કલેકટર ઉપરાંત નાયબ કલેકટર અને ચીટનીશ પણ સાંઠગાંઠમાં શામેલ હોવાનો આરોપ હાઇકોર્ટના એક વકીલ દ્વારા પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે.
કહેવાય છે કે, નિત્યાનંદની કરતૂતોનો પર્દાફાશ કરનાર વકીલે સાબરકાંઠા કલેક્ટરના કહેવાતા ભ્રષ્ટાચારના પણ પુરાવા મેળવ્યાં છે. અરજદીર દ્વારા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ણી છે.
અમદાવાદના એક વકીલને સાબરકાંઠામાં થયો કડવો અનુભવ…મામલો જમીનનો….મામલો ગરબડનો..
રાજ્યમાં જમીન પચાવી પાડવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે અમદાવાદનાં જ એક જાણીતા એડવોકેટ સાથે પણ કંઈક આજ પ્રકારની ઘટના બની છે… નિત્યાનંદની કરતુતોનો પર્દાફાશ કરનાર વકીલે સાબરકાંઠા કલેક્ટર અને નાયબ કલેકટર તેમજ ચીટનીશ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે… અને તેમના ભ્રષ્ટાચાર ની તપાસ માટે એન્ટીકરપ્શન બ્યુરો અને વિજિલન્સ કમિશન માં ફરિયાદ કરી છે… સાથે જ ભૂમાફિયાઓ વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં રહેતા પ્રિતેશ શાહ શહેરના જાણીતા એડવોકેટ છે જેમના પત્નીના નામે તેમની જમા પુંજીથી સાબરકાંઠા ખાતે જમીન ખરીદી હતી. આ જમીન તેઓ ખેતી કરવાના આશયથી ખરીદી હતી વ્યવસાય ભલે એડવોકેટનો છે પરંતુ પ્રકૃતિ પ્રેમના આધારે તેઓએ જમીન ખરીદવાનું નક્કી કર્યું અને સાબરકાંઠાનાં તલોદ ખાતે 15 વીઘા જેટલી જમીન ખરીદી જેમાં ખેડૂતોને નિયત કરેલી રકમ પણ ચૂકવી દીધી હતી…
હવે આ ઘટનામાં એવું બને છે કે જમીન ખરીદ્યા બાદ કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા જ્યારે તેઓનાં પગ નીચે થી જમીન સરકી જવા જેવી સ્થિતિ થઈ હતી…આ સ્થિતિ તલોદના જ ભૂમાફિયાઓ દ્વારા નવી શરતની જગ્યામાં કલેકટરની પરવાનગી વગરના ગેરકાયદેસર બાનાખત ઉભા કરી ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને જમીન પચાવી પાડી છે.
આ એજ ભૂમાફીયાઓ છે જેમના પર અગાઉ લેન્ડ ગ્રેબિંગ સહિતનાં ગુનાઓ ક્રાઈમ બ્રાન્ચમાં પણ નોંધાયા છે .હવે આ જમીન કેવી રીતે પચાવી પાડી તો તેમાં કલેકટર નૈમેશ દવે અને ચીટનીશ હર્ષ પટેલે ભૂમાફીયાઓ સાથે રાજકીય સાંઠગાંઠ કરી કથિત લાંચ લઈને જમીનને બારોબાર સગેવગે કરી દેવા માટે ખેડૂતને એના હક્કથી વંચિત રાખવાનો કારસો રચ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે..
આ મુદ્દે ફરિયાદી અને એડવોકેટ પ્રિતેશ શાહે અનેકવાર રજૂઆતો કરી છે તેમજ ગુજરાત હાઇકોર્ટના વિવિધ ખંડપીઠના ચુકાદાઓ પણ ટાંકી રજૂઆતો કરી કે આ સમગ્ર કેસમાં સાબરકાંઠા કલેકટર ,પ્રાંતિજ નાયબ કલેકટર દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ મુદ્દે તેઓએ રાજ્યના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે…




