ભારત સરકારના દંતોપંત ઠેગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ દ્વારા બે ગામોમાં બિરસા મુંડા જન્મ જયંતી નિમિતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ હતી.

અરવલ્લી જિલ્લામાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મહિલાઓમાં જાગૃતિ લાવવા અને મહિલા સશકતિકરણ ક્ષેત્રમાં 23 વર્ષથી નોધ પાત્ર કામગીરી કરી રહ્યું છે. જેના ભાગ સ્વરૂપે તાજેતરમાં એક દિવસ જાગૃતિ કાર્યક્રમ મેઘરજ તાલુકાના મહુડી અને ગાય વાછરડા ગામે અસંગઠિત ક્ષેત્રની મહિલા અને ભાઈઓ ની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આશરે 160 જેટલા ભાઈ બેનો સહભાગી બન્યા હતા.
કાર્યક્રમમાં શ્રમિક બોર્ડના રિજિયોનલ ડાયરેક્ટર મોહન સેન તથા પરિવર્તન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી અને મંત્રી જગદીશ ભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.તેમજ મહિલા કેન્દ્રના બકુલાબેન, કેન્દ્ર સંચાલક અને વકીલ હેમલતાબેન, મધુબેન, હેતલબેન તથા મહિલા અને બાળવિકાસ મોડાસા શાખામાંથી ભરતભાઇ પરમાર, સખી વન સ્ટોપ સેન્ટર મોડાસાથી કિંજલબેન અને શ્રઘ્ધાબેન ઉપસ્થિત રહ્યા હતા.અને કૌશલવર્ધન કેન્દ્ર મોડાસાથી નરેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં બચત વિષે, વીમા વિષે, સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી, વિધાવસહાય, ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી ઘણી વધી માહિતી આપી હતી અને શિબિરમાં કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. આ માટે જીલ્લાના સી એસ સી. કો-ઓર્ડીનેટર કોષલભાઈ સોનીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આભાર વિધિ બાબુભાઈ ડામોરે અને શેલેન્દ્ર જાડેજાએ કરી હતી.




