મેઘરજના ઇસરી બારા પંચાલ સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે નવાગામ ખાતે શિક્ષણ સમિતિ તેમજ પંચાલ સમાજ દ્વારા આયોજિત ઇસરી બારા પંચાલ સેવા મંડળ સમાજ ઇસરી દ્વારા નવાગામ ખાતે ઇનામ વિતરણ તેમજ સ્નેહ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

મેઘરજના ઇસરી બારા પંચાલ સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે નવાગામ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ ની શરૂઆતમાં સમાજની દીકરી દ્વારા ગણેશ સ્તુતિ તરીકે ભરતનાટ્યમ તેમજ તલવાર બાજી યોજી વિશ્વકર્મા દાદાની આરતી કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં સમજાની અંદર વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓને શાલ અને ઉપહાર આપી વિધાર્થીઓને પ્રમાણપત્ર સમાજ દ્વારા આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સમાજની અંદર 75 વર્ષથી વધુ વ્યકતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં વય નિવૃત્તિ પામેલ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યકતિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આમ પંચાલ સમાજ દ્વારા કુલ 100 થી વધુપણ વધુ લોકોનું સન્માન કરી નવા વર્ષ નિમિત્તે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભના અધ્યક્ષ, પ્રમુખ, તેમજ આમંત્રિત મહેમાનો અને શિક્ષણ સમિતિના સ્થાને યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ સહીત વડીલો, યુવાનો તેમજ મહિલાઓ સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અંતે ભોજન લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




