sabarkathaराष्ट्रीय

સલાલ ગામ પાસે કરિયાણુ લઇ જતી વેનમાં લાગી આગ.. કોઇ જાનહાનિ નહીં….

સલાલ ગામ પાસે કરિયાણુ લઇ જતી વેનમાં લાગી આગ.. કોઇ જાનહાનિ નહીં....

ઉનાળામાં સામાન્ય રીતે હાઇવે પર કારમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે. પરંતુ  સાબરકાંઠામાં હાલમાં ચોમાસાની વિદાયવેળાએ એક કારમાં આગ લાગી હતી.

વિગતે જોઇએ તો, હિંમતનગર -પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પર વાનમાં આગ લાગી હતી. સલાલ ગામ પાસે આ વાનમાં આગ લાગી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ વાન હિંમતનગરથી કરિયાણાનો સામાન ભરી સલાલ તરફ જઈ રહી હતી તે દરમ્યાન વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગ્યાની જાણ તરત જ  પ્રાંતિજ ફાયર બ્રિગેડને  કરતા ફાયર બ્રિગેડના જવાનો  ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. કારમાં આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી.

Related Articles

Back to top button