sabarkathaराष्ट्रीय
ઉનાળામાં પણ ચોર-લૂંટારાને નિરાંત નથી…3 મકાનોના તાળા તોડ્યા…
ઉનાળામાં પણ ચોર-લૂંટારાને નિરાંત નથી...3 મકાનોના તાળા તોડ્યા...
ઉનાળો હોય કે શિયાળો…ચોર-લૂંટારાઓને જાણે કોઇ મોસમ નડતી જ નથી એમ હાલમાં ભીષણ ગરમીમાં પણ ચોર-લૂંટારાને નિરાંત નથી અને એક સોસાયટીમાં 3 મકાનોના તાળા તોડીને લાખોના માલમત્તાની ચોરી કરીને નવ દો ગ્યારહ થઇ ગયા હતા.

વિગતે જોઇએ તો, હિંમતનગર વિજાપુર રોડ પર આવેલ સાહીન સોસાયટીમા ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા. અને ચોરોએ કરેલી લૂંટફાટના દ્ર્શ્યો કેમેરામાં કેદ થયા હતા

પ્રાથમિક અંદાજમાં રૂપિયા ૮ લાખ કરતા વધુની ચોરી થઇ હતી. આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.




