sabarkathaराष्ट्रीय

કેનાલમાં ગાબડુ, ખેતરોમાં પાણી જ પાણી, જવાબદાર કોણ-નુકશાની કોણ આપશે..?

કેનાલમાં ગાબડુ, ખેતરોમાં પાણી જ પાણી, જવાબદાર કોણ-નુકશાની કોણ આપશે..?

હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે. પાણીની જરૂર છે ત્યાં જિલ્લામાં એક કેનાલમાં ગાબડુ પડતા તેની ગુણવત્તાની સામે સવાલો થઇ રહ્યાં છે  કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં નુકશાન થયાની ખબર છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠામાં ખેડબ્રહ્મા તાલુકાના કરુન્ડા પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. પઢેરા તળાવની કેનાલમાં ગાબડું પડતાં મુશ્કેલી સર્જાઇ છે.

નોંધનીય છે કે, બે કાંઠે વહેતી કેનાલમાં ગામડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અને ખેતીને લાખો રૂપિયાનું નુકશાન થયું છે તે કેણ આપશે…?  એવા સવાલ પણ થઇ રહ્યાં છે. કેનાલમાં ગાબડુ પડવાની ઘટના મોડી રાતે બની હતી.

આ અંગે સિંચાઇ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતા હજુ સુધી કોઇ અધિકારી કે કર્મચારી  સ્થળ ઉપર ફરક્યા નથી. પરિણામે  લોકોમાં ભારે રોષની  લાગણી જોવા મળી રહી છે.

જુઓ વિડિયો…..

Related Articles

Back to top button