गुजरातराष्ट्रीय

છડેચોકઃ પોલીસ કી ઐસી કી તૈસી..પી લે પી લે ઓ મોરે રાજા…ઝુમ બરાબર ઝુમ શરાબી…

છડેચોકઃ પોલીસ કી ઐસી કી તૈસી..પી લે પી લે ઓ મોરે રાજા...ઝુમ બરાબર ઝુમ શરાબી...

સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં દારૂ પીને ઝૂમતા યુવકનો હાલ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં 8થી 10 યુવાનોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી  હોવાનું સામે આવ્યું છે. આ લોકોએ ‘એનિમલ’ ફિલ્મના ફેમસ સોંગ ‘જમાલ કુડુ’ પર સ્ટેપ લઈ ડાન્સ કર્યો હતો. ઇંગ્લિશ દારૂ પીને નશામાં ચૂર યુવાનોને પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી. ઉપરાંત  ખુલ્લેઆમ દારૂ પીને નશામાં ધૂત બનેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તેની આશંકા સેવાઇ રહી છે.

જાહેરમાં દારૂની મહેફિલ, ફિલ્મી ગીતો પર હાથમાં બોટલ લઈ ઠુમકા, આ બધા દ્રશ્યો તમે ફિલ્મો કે પછી ગુજરાત સિવાયના રાજ્યમાં જોયા હશે. પરંતુ એક એવા દ્રશ્યો સામે આવ્યાં છે જે જોઈને તમે ચોંકી જશો કે શું આ ગાંધીના ગુજરાતના જ દ્રશ્યો છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યાં છે, જેમાં GIDCમાં ખુલ્લેઆમ યુવકો દારૂની મહેફિલ માણતા નજરે પડે છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇસમો જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી રહ્યાં છે. નશામાં ધૂત યુવકોએ કાયદા કે પોલીસનો ડર ન હોય તેમ જાહેરમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવી રહ્યાં છે. કેટલાક યુવકો તો હાથ અને માથા પર દારૂની બોટલ મુકી ઠુમકા લગાવી રહ્યાં છે. દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલ ઉભા થયા છે કે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ? શું યુવકોને પોલીસ કે કાયદાનો ડર નથી લાગતો ?

Related Articles

Back to top button