ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. નિરિક્ષકો દ્વરા જે તે મતવિસ્તારમાં જઇને સ્થાનિક કાર્યકરો અને સંભવિત ઉમેદવારો પાસેથી કોને ટિકિટ આપવા જેવી છે તેવો મત-સેન્સ- લેવામાં આવી રહ્યો છે.
કોણે કઇ બેઠક માટે દાવેદારી નોંધાવી છે તેના પર નજર નાંખીએ તો, પ્રદિપસિંહવાઘેલા એ સાણંદ અને વેજલપુર બેઠક માટે, જ્યારે ડૉ. ઋત્વિજ પટેલે નારાણપુરા બેઠક માટે , ડૉ. દીપિકાબેન સરડવાએ મોરબીના ટંકારા અને રાજકોટ થી દાવેદારી નોંધાવી. હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા, નીતિનભાઈ પટેલ એ કડી અને હાર્દિક પટેલે વિરમગામથી દાવેદારી નોંધાવી હતી. જ્યારે વટવા વિધાનસભામા માટે એક જ. નામ. પૂર્વ ગૃમંત્રી પ્રદીપસિંહ બાપુનું નામ ચાલી રહ્યુ છે




