गुजरातराष्ट्रीय

ડોક્ટર કહે છે દારૂ પીના મના હૈ.. અહીં તો મહિલા ડોક્ટર દારૂની મહેફીલ માણતા ઝડપાઇ..!

ડોક્ટર કહે છે દારૂ પીના મના હૈ.. અહીં તો મહિલા ડોક્ટર દારૂની મહેફીલ માણતા ઝડપાઇ..!

અમદાવાદ: શહેરમાં આમ તો અવાર-નવાર દારૂની મેહફિલ પકડાતી હોય છે, પરંતુ આ વખતે વસ્ત્રાપુરમાં હુક્કા અને દારૂની મેહફિલની માહિતી ખુદ ડીસીપી ઝોન 5 દ્વારા આપવામાં આવી અને કન્ટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે કાર્યવાહી બાદ 4 યુવતીઓ અને અન્ય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો દારૂના નાશમાં હતા અને દારૂની ખાલી બોટલો તથા હુક્કા પણ મળી આવ્યા છે. નોંધનીય છે કે, જે યુવતીના ઘરે દારૂની મહેફિલ જામી હતી તે પોતે ડોક્ટર હોવાનું સામે આવી રહ્યું છે.

મહત્વનું છે કે, વસ્ત્રાપુરમાં આવેલા અનિક એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે દારૂની મેહફિલ ચાલી રહી હોવાની જાણ ડીસીપી ઝોન 5 દ્વારા કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસને ડીસીપી દ્વારા માહિતી આપતા વસ્ત્રાપુર પોલીસ ત્યાં જઈને કાર્યવાહી કરતા ત્યાંથી અલગ-અલગ દારૂની બોટલો મળી આવી હતી, જેમાં કેટલીક ખાલી હતી. જોકે, વધુ તપાસ કરતા રૂમ માંથી હુક્કા પણ મળી આવ્યા હતા. જેથી તે લોકો દારૂની સાથે હુક્કા પણ પી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ તમામ લોકોને પકડીને મેડિકલ કરાવીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આ ફ્લેટ ઝંખના મહેશ્વરી નામની યુવતીએ છેલ્લા એક વર્ષ થી ભાડે લીધેલું છે. તેની સાથો સાથ અન્ય નીરવ શાહ,આનંદ સિંહા, જેનીલ સયારા, પંકજ કેશ્વાની, કિશન દેસાઈ, હેતલ ગોલવાસ, મુસ્કાન, દેવલ બેન રૂપાણી, રિચા અને ચિરાગ ભટ્ટ નામના લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ છે કે, આ લોકો દારૂ ની બોટલો ક્યાંથી લઈને આવ્યા હતા અને આવી રીતે આગાઉ પણ પાર્ટી કરી ચૂક્યા છે કે કેમ? પોલીસે હાલ મોબાઇલ અને વાહનો સહિત કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related Articles

Back to top button