સન્માનીય બહેનોને ખાસ જણાવવાનું કે ગુજરાત સરકારની અન્યાયભરી નીતિઓ સામે વર્ષોથી શોષણભરી નીતિઓ સામે મજબૂત લડત આપી રહ્યા છીએ અને ગાંધીનગર હક્ક માટે અવાજ ઉઠાવ્યો ત્યારે સમાન કામ સમાન વેતન અને લઘુતમ વેતનનો હક્ક આપવાની જગ્યાએ પોલીસ ને આગળ ધરી ડબ્બા બોલાવીને જ્યારે જ્યારે ગાંધીનગર જઈએ ત્યારે ત્યારે દમન અને અત્યાચાર ગુજારી રહી છે.
12/10/22 ના રોજ પણ જ્યારે પ્રોગ્રામ કર્યો ત્યારે માંગણીઓ સંતોષવાની જગ્યાએ હજારો બહેનોને વિવિધ જગ્યાએ ગોંધી રાખી અને ભૂખી તરસી ગાંધીનગરમાં તેમને શોધતી રહી ત્યારે આ ભાજપના ઈશારે થઇ રહેલી દાદાગીરી અને હિટલરશાહી કરનાર આ સરકારને વોટની તાકાત બતાવીને જડબાતોડ જવાબ આપવા માટે અને શોષણખોર સરકારને ઘર ભેગી કરવા તેમજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોનું જે રીતે સરકાર શોષણ કરી રહી છે એની પોલ ખોલવા અને મહિલા શક્તિ સેનાની માંગણીઓ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલસાહેબ સાથે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોના ન્યાયના પક્ષમાં સંવાદ કાર્યક્રમ નું આયોજન કરેલ હોવાથી આંધળી બેરી અને મૂંગી શોષણખોર સરકારને નારી શક્તિનો પરચો બતાવવા ઊંઝા મુકામે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબને મળવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટી પડવા માટે તમામ બહેનોને આહવાન કરું છું,એમ અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું….
સંવાદ કાર્યક્રમની તારીખ :- 17/10/22સોમવાર
સ્થળ :- ઉમિયા બાગ, ઇંડિયન ઓઈલ પેટ્રોલ પમ્પ નજીક, વીસનગર ચોકડી.. ઊંઝા…. (જિલ્લો મહેસાણા)
ચંદ્રિકા સોલંકી….ઈન્કલાબ ઝિંદાબાદ…..
જો હમારી બાત સુનેગા વો હી હમ પર રાજ કરેગા.
જો સરકાર નીકમ્મી હૈ વો સરકાર બદલની હૈ…..એવુ સૂત્ર પણ તેમણે વહેતુ કર્યું હતું.




