sabarkathaराष्ट्रीय

ઇડર કબ્રસ્તાન ખાતેની ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ…

ઇડર કબ્રસ્તાન ખાતેની ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ...

મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર , તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , વિજયકુમાર , અનિરૂધ્ધસિંહ , તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ છે.

 તા .૨૭ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ઇડર ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ઇડર ભીલોડા ચાર રસ્તા પાસે આવતાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ જણાતાં સાથેના આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો. વિજયકુમાર નાઓએ ઇડર એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૨૧૦૯/૨૦૨૨ ઇપીકો કલમ ૪૪૭ , ૩૭૯ મુજબના ગુન્હાના કામે ઇડર કબ્રસ્તાનની દાન પેટી ચોરી કરી દાન પેટીમાંથી રોકડ રકમ ચોરીના ગુન્હા વાળી જગ્યાની આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરેલ તેમાં શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળેલ તે ઇસમ કે જેની બાબતે તેઓએ બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે , સદર ચોરી વડીયાવીર ગામના સદર ઇસમ મહેશભાઇ ભીખાભાઇ હરીભાઇ રાવત નાઓએ કરેલ છે.

 સદર સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાતો ઇસમ મહેશભાઇ ભીખાભાઇ રાવત હોય સદર ઇડર ભીલોડા ચાર રસ્તા પાસે મળી આવેલ શંકાસ્પદ ઇસમનુ નામ પુછતાં પોતાનુ નામ મહેશભાઇ  ભીખાભાઇ હરીભાઇ .રાવત ઉ.વ .૪૧ , ધંધો . છૂટક મજૂરી રહે.વડીયાવીર , સોલંકી વાસ , તા.ઇડર , જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવતાં સદર ઇસમની પુછપરછ કરતાં જણાવેલ કે ,  તે ઇડર ગાંધી વાડી કબ્રસ્તાનની સામે આજથી પંદરેક દિવસ પહેલા ચાર દિવસ માટે કડીયાકામની મજૂરી માટે આવેલ અને એક દિવસ ઇડર અંબે માતાના મંદિરમાં સફાઇ કામ માટે આવેલ હતો.

 તેમણે વધુમાં કહ્યું કે,  મારે રૂપીયાની જરૂરત હોય ચોરી કરવાનું વિચારી આજથી બારેક દિવસ પહેલા રાતના સમયે ઇડર કબ્રસ્તાનની દાન પેટી ચોરી કરી દાન પેટીમાંથી રોકડ રકમ કાઢી દાન પેટી કબ્રસ્તાનની પાસે આવેલ રામવેદપીર મંદિર પાસે ફેંકી દીધેલ અને  જે રોકડ રકમ મળી તે  વપરાઇ ગયેલ છે, તેવું જણાવતો હોય સદર મહેશભાઇ ભીખાભાઇ હરીભાઇ .રાવતને ઇડર એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૨૧૦૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૪૭ , ૩૭૯ મુજબના કામે અટક કરવા સારૂ સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( એ ) , મુજબ તા .૨૭ / ૦૯ / ૨૦૨૨ ના ક .૨૨ / ૨૦ વાગે અટક કરી વધુ તપાસ અર્થે ઇડર પો.સ્ટે . સોંપેલ છે, એમ પીઆઇ એમ.ડી.ચંપાવત લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ જણાવ્યું હતું.

Related Articles

Back to top button