દિવાળીના તહેવાર અનુસંધાને જાહેર જનતા ( ખાસ મહિલાઓ ) જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાઓ ત્યારે તમે પહેરેલ સોનાના દાગીના કે પર્સ કે મોબાઇલ ફોનનું ખાસ ધ્યાન રાખો . દિવાળી તહેવાર અનુસંધાને આજુ – બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે શહેરમાં આવતા તમારા મોટર સાયકલને વ્યવસ્થીત જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ પાર્ક કરવા અને ખાસ હેન્ડલ લોક રાખવા .
જ્યારે તમે કાર પાર્ક કરી ક્યાંય પણ જાવ છો ત્યારે તમારી કારમાં કોઇ કિમંતી ચિજ – વસ્તુઓ , દાગીના , લેપટોપ , મોબાઇલ ફોન , પર્સ વિગેરે વસ્તુઓ મુકશો નહી . જ્યારે તમે રોડ પરથી પસાર થઇ રહ્યા હોય ત્યારે કોઇ અજાણ્યો વ્યક્તિ તમારી કારને ઉભી રાખવા ઇશારો કરે અથવા હવા ઓછી છે કે ઓઇલ લીકેજ થાય છે એવુ કહી આપનુ ધ્યાન ભટકાવવા કોશિષ કરે તો ખાસ એલર્ટ રહેવું .
♦ બેંક , જ્વેલરી શોપ કે આંગડીયા પેઢીમાં જતી અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો , કોઇ તમારો પીછો કરતું હોય એવુ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો . દિવાળીના તહેવાર દરમ્યાન નાણાંની મોટી હેરફેર કરવાની હોય તો પોલીસનો સંપર્ક કરી મદદ લો . વધુ રકમની આપ – લે કરતા સમયે ટુ વ્હિલર નહી પણ ફોર વ્હિલરનો ઉપયોગ કરવાનુ રાખો .
કોઇપણ રિક્ષા , બસ , ટ્રેન કે ખાનગી પેસેન્જર વાહનમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિમંતી સામાનનું ધ્યાન રાખો . અજાણ્યા સહ – પ્રવાસી દ્વારા આપવામાં આવતી કોઇ ચીજ વસ્તુ ખાવી પીવી નહી.ખાનગી પેસેંન્જર વાહનનો ઉપયોગ કરતા સમયે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર નોંધી લેવાની કાળજી રાખો .
દિવાળીના તહેવારો દરમ્યાન વેકેશન પર જઇ રહ્યા હોય ત્યારે કિમંતી સામાન કે રોકડ રકમને બેન્કમાં મુકી દો . તહેવારોના સમય દરમ્યાન જો વધુ સમય માટે બહાર ગામ જવાના થાય ત્યારે આપના પાડોશમા રેહતા લોકોને તથા પોલીસને જાણ કરો . જેથી પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન તમારા ઘરનું ધ્યાન રાખી શકે
તાત્કાલીક સંપર્ક માટે
અંજાર પોલીસ સ્ટેશન ૦૨૮૩૬ ૨૪૨૫૧૭
૯૮૯૮૧૩૮૭૦૪ P.I એસ.ડી.સીસોદીયા
A.S.I કીર્તીભાઇ ગેડીયા ૯૯૭૮૩૧૧૨૩૩
U.H.C જયંતીભાઇ વાઘેલા ૯૪૨૭૨૬૭૯૮૯
U.H.C સેંધાજી પરમાર ( અંજાર શહેર વિસ્તાર ) ૮૧૪૦૧૩૬૦૪૩
U.H.C માનાભાઇ આહીર ( મેઘપરવિસ્તાર ) ૯૯૦૯૭૪૯૦૩૯
U.H.C કીશોરભાઇ ડોડીયા ( વેલ્સપન વિસ્તાર ) ૯૭૩૭૯૭૮૦૨૯
U.H.C જબરદાન ગઢવી ( ભુવડ ઓ.પી ) ૯૯૦૯૭૮૭૭૨
U.H.C રમેશભાઇ ડાંગર ( રત્નાલ ઓ.પી ) ૯૯૭૯૩૮૮૫૯૧ .
‘ સાવધાની એ જ સતર્કતા “




