sabarkathaराष्ट्रीय

ઘરફોડ ચોરીઃ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ.

ઘરફોડ ચોરીઃ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક, વિરેન્દ્રસિંહયાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, વિજય પટેલ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓના બનાવ અટકાવવા તથા જીલ્લામાં બનેલ મિલકત વિરુધ્ધના ગુન્હાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના આપેલ હોય વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે.પટેલ હિંમતનગર વિભાગ હિંમતનગરનાઓએ આવી ચોરીઓના ભેદ ઉકેલવા બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળબી.પી.ડોડીયા પોલીસ ઇન્સ્પેકટર એ ડીવીઝન પો.સ્ટે.તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મીલકત વિરૂધ્ધ પકડાયેલ ઇસમોને ચેક કરેલ

આવા બનાવના આજુબાજુ વિસ્તારના સી.સી.ટી.વી.ચેક કરેલ અને ખાનગીબાતમીદારોને આવા ચોર ઇસમો બાબતે માહિતી મેળવવા સુચનો કરેલ જે આધારે બી.પી.ડોડીયા પોલીસ ઇન્સ્પેકટર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર એ ડીવી. પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૩૦૫૪૫/૨૩ તથા પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૩૦૫૪૨ /૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હા કરનાર ઇસમ હાલમાં મોતીપુરા સર્કલ પાસે ઉભેલ છે.

જે બાતમી હકીકત આધારે ટી.જે.દેસાઇ પો.સબ.ઇન્સ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મોતીપુરા સર્કલ ખાતે બાતમીવાળા ઇસમને પકડી પાડી પો.સ્ટે લાવી પુછપરછ કરતાં સદરી ઇસમે પોતાનું નામ ધનુસિંઘ કપુરસિંઘ ટાંક(ચીખલીગર) રહે.ગુરૂનાનકનગર, હિંમતનગર નો હોવાનું જણાવેલ અને સદરીએ ઉપરોકત ગુન્હાની કબુલાત કરી હતી.

જેથી ગુન્હામા ગયેલ મુદામાલ બાબતે યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા આજથી આશરે બે એક મહીના અગાઉ બહેરામુંગા સ્કુલની પાછળ તથા ગોકુલનગર રીલાયન્સ મોલની સામે ઘરનો નકુચો તોડી સોના ચાંદી રોકડ રકમની ચોરી કરેલાની કબુલાત કરતો હોય જે મુદામાલ પોતાના પડોશી જલકૌર વા/ઓ દીપસિંહ મંગલસિંહ સરદાર નાઓને આપેલ હોઇ જેથી જલકૌરને પો.સ્ટે. લાવી ઉપરોકત ગુન્હાઓમા ગયેલ મુદામાલ બાબતે કુલ કિ.રૂ.૫,૧૫,૨૧૦/-ના ગુન્હાના કામે કબજે લઇ પકડાયેલ બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની પુછપરછ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ હિંમતનગર એ.ડી.વી.પોલીસને કુલ-૦૨ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરવામાં સફળતા મળેલ છે.

Related Articles

Back to top button