બહુજન મુવમેન્ટના પદયાત્રી ગૌતમભાઇ બૌધ્ધને સલામ..વંદન અને અભિનંદન…!જય ભીમ…
રાહુલ સિંહલ હિંમતનગર
ગાંધીનગર જિલ્લાના ગૌતમભાઈ બૌદ્ધ SC, ST, OBC, અને માઇનોરિટી સમાજને એક મંચ પર લાવવાનું અને બહુજન મુવમેન્ટનું માર્ગદર્શન આપી જાગૃતિ આપવાના મિશન પર નીકળેલા ગૌતમભાઈ બૌદ્ધ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં પહોંચ્યા હતાં.
તેમને બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ અનિલ પરમાર સાહેબ અને હિંમતનગર તાલુકા પ્રમુખ રાહુલ સિંહલ સાહેબ અને બીજા કાર્યકરો તથા બીજા અન્ય ગામડાઓમાં ઘણા માણસોની મુલાકાત લીધી હતી અને બહુજન મુવમેન્ટનું માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું 2016થી આ સાયકલ યાત્રા લઈને નીકળ્યો છું અને આજ સુધીમાં મેં 33 જિલ્લા અને 195 તાલુકા. તેટલે કે અંદાજે 1020995 કિલોમીટર જેવું થયું. તેમણે એ પણ જણાવ્યું હતું કે હું આ મિશન 2045 સુધીમાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી પહોંચી દઈશ અને તેમના જણાવ્યાં મુજબ, 50550 કિલોમીટર જેવું થયા છે અને આ મિશનને હું સફળ બનાવીશ એવી તેમણે ખાત્રી આપી હતી.




