अंतर्राष्ट्रीयराष्ट्रीय

ફૂટબોલ મેચ લોહિયાળ નિવડી, 127 લોકો માર્યા ગયા..બોલો, આવી મેચ તે કાંઇ રમાતી હશે..?!

ફૂટબોલ મેચ લોહિયાળ નિવડી, 127 લોકો માર્યા ગયા..બોલો, આવી મેચ તે કાંઇ રમાતી હશે..?!

ઈન્ડોનેશિયામાં શનિવાર રમાયેલી ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.

લોકોમાં બે પોલીસ અધિકારીઓના પણ મોત નીપજ્યા છે આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે, લોકો મેદાનમાં ઘૂસીને સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવા લાગે છે. આ સાથે જ પોલીસ લોકોને કાબુમાં કરવા માટે લાઠીચાર્જ કરી રહી છે. લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર લોકોના મોત મારપીટ, નાસભાગ અને ગૂંગળામણને કારણે થયા છે. તે જ સમયે, સ્ટેડિયમમાં માર્યા ગયેલા લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Related Articles

Back to top button