અરવલ્લી જિલ્લાના સુનોખ ગામના ડામોર કોકીબેન અલખાભાઈ ઉજવલ્લા યોજનાના લાભાર્થી છે જેઓ જણાવે છે કે;”આ યોજનાથી ઘરમાં ગેસ આવ્યો છે અને હવે લાકડાં બાળીને ચૂલા ઉપર રસોઇ કરવામાં પડતી મુશ્કેલીઓનો પાર આવ્યો છે, ઘરમાં પેહલા રસોઈ કરવા માટે જે સમય લાગતો અને બળતણ વપરાતું એ હવે બીજા કામ કરતા કરતા પણ ઝડપી રસોઈ થાય છે. જે ઉજવલ્લા યોજનાથી શક્ય બન્યું છે.એ માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. “
ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1, મે 2016ના રોજ ‘ઉજ્જવલા યોજના’ શરૂ કરી હતી. દેશમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કરોડોથી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે.
મોદીજીની ઉજ્જવલા યોજનાએ મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવામાં ફાળો આપ્યો છે, કારણ કે હવે તેમને લાકડાં અથવા બળતણ એકત્રિત કરવા માટે અસુરક્ષિત વિસ્તારોમાં સાહસ કરવાની જરૂર નથી.
આ યોજનામાં મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં આવી છે. એલપીજીની સરળ પહોંચને કારણે, મહિલાઓ પર લાકડાં અથવા અન્ય પરંપરાગત ઇંધણ એકત્રિત કરવાના કામનો હવે બોજો નથી, કેમ કે જેના માટે ઘણીવાર લાંબી અને મહેનતની મુસાફરીની જરૂર પડે છે. આ નવી સગવડથી તેઓ સામુદાયિક જીવનમાં વધુ સક્રિયપણે ભાગ લઈ શકે છે અને આવક પેદા કરતી અન્ય તકો ઝડપી શકે છે.




