રાજેશભાઇનું માર્ગદર્શન હોય પછી મોરચાના કાર્યક્રમમાં કાંઇ જોવાનું હોય જ નહીં..સફળતા જ મળે..!
રાજેશભાઇનું માર્ગદર્શન હોય પછી મોરચાના કાર્યક્રમમાં કાંઇ જોવાનું હોય જ નહીં..સફળતા જ મળે..!

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પરમાર પક્ષના એક કર્મઠ અને સમર્પિત કાર્યકર્તા છે. જિલ્લામાં દલિત સમાજના લોકોને અનુસૂચિત જાતિ મોરચાની સાથે જોડવામાં તેઓ મન મૂકીને કામ કરી રહ્યાં છે. ખાસ કરીને જિલ્લાની તમામ 4 બેઠકોના મત વિસ્તારોમાં રહેતાં અનુસૂચિત જાતિના મતદારોને ભાજપ સાથે જોડવા અથાગ પ્રાયસો દિનરાત કરી રહ્યાં છે. પક્ષનો કોઇપણ નાનો મોટો પ્રસંગ કે કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાજેશભાઇ પરમાર દોડીને કામ કરે છે અને તેમના આવા નિષ્ઠાવાન પ્રયાસોને કારણે જ આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને અંદાજે 500 કરતાં વધારે જનમેદની ઉમટી પડી હતી. સંગઠનને મજબૂત બનાવવામાં તેઓ એક રીતે જોઇએ તો માહિર કહી શકાય.

આજે 25/09/22 ના રોજ સાબરકાંઠા. ભાજપ અનુસૂચિત .જાતિ મોરચો તથા ડોકટર સેલ ભાજપ સાબરકાંઠા દ્વારા આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડીયું અંતર્ગત અને પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિતે મફત નિદાન તથા સારવાર કેમ્પ બડોલી હાઇસ્કૂલમાં યોજાયો હતો.

જેમાં જીલ્લા સંગઠન મહામંત્રી – વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ-જ્યંતિભાઈ પટેલ, પ્રજ્ઞાબેન પટેલ, રવિન્દ્રભાઈ બારોટ ,મુકેશભાઈ સોલંકી, જીલ્લા અનુસૂચિત .જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, મોરચાના મહામંત્રી ભાનુપ્રસાદ દેસાઈ, ઈડર શહેર પ્રભારી-નિર્ભયસિંહ, વડાલી શહેર પ્રમુખ-પ્રદ્યુમનસિંહ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ-અશ્વિનભાઇ પટેલ, વિસ્તારક કાનજીભાઈ આહીર રણવિજયસિંહ ચંપાવત, અને ડોક્ટર સેલના ડો. રાજુભાઈ નાયક,ડો. દેવરાજસિંહ ચૌહાણ , ડો. સુરેશભાઈ પટેલ ,K.H. હોસ્પીટલ ડાયરેક્ટર – અશોકભાઈ પટેલ, K H હોસ્પીટલ ચેરમેન પ્રભુદાસ પટેલ,વડાલી મહામંત્રી – અમૃતભાઈ પટેલ, ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર, ઇડર શહેર મહામંત્રી કેશુભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય અનસુયાબેન ગામેતી,તાલુકા સદસ્ય કિરણબેન પટેલ ,બડોલી પૂવઁ સરપંચ કલ્પેશભાઈ પટેલ, ડો.આર ડી પરીખ, કિર્તીભાઈ જયસ્વાલ, જીવણભાઈ પટેલ, મહિલા મોરચા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, નરેન્દ્ર કુલકર્ણી , અમૃતભાઈ પ્રજાપતિ, સતિષભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખુબ મોટી સંખ્યમાં અંદાજે 500 લોકો હાજર રહ્યાં હતા.
સમાજના જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો ખૂબ સારા એવા પ્રમાણમાં લાભ લીધો હતો.




