गुजरातराष्ट्रीय

અભિનંદનઃ દેવગઢબારિયા કોલેજની ખેલાડી બહેનોએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા…

જીજ્ઞેશ સોની….

રાજ્યમાં એક તરફ ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે અને  વિવિધ રમતો યોજાઇ રહી છે ત્યારે રાજ્યની મહિલા ખેલાડીઓએ ઓલ ઇન્ડિયા લેવલે ગોલ્ડ અને કાંસ્ય મેડલો જીતીને રમશે ગુજરાતનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે.

વિગતે જોઇએ તો, ભુવનેશ્વર, ઓડીસ્સા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં દેશભરની યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. જેમાં દેવગઢબારિયા કોલેજની ખેલાડી બહેન ભાગ્યશ્રીએ 3000 મી. સ્ટીપલ ચેઝ દોડમાં ગોલ્ડ અને કાજલ કાનવડેએ 800 મી. દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજ, યુનિવર્સિટી તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ છે.

આ ખેલાડી બહેનોને કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. રણજીતસિંહ રાઠોડે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. આ ખેલાડી બહેનોને  બારીયા હાયર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રાજમાતા ઉર્વશીદેવીજી, ઉપપ્રમુખ મહારાજા તુષારસિંહજી (બાબા સાહેબ) સેક્રેટરી વિનુભાઈ મહેતા, કોલેજના ઈ. પ્રિન્સિપાલ ડો. એમ.એન. ગોહિલે તથા સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતાં.

Related Articles

Back to top button