
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72મા જન્મદિનથી ભાજપ દ્વારા રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા યુવા ભાજપની રન ફોર ડેવલપમેન્ટ યોજાઈ હતી.
લોકપ્રિય પીએમ મોદી સાહેબના જન્મ દિવસ સેવા પખવાડિયા અંતર્ગત આ મેરેથોન યોજાઇ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ યુવા ભાજપ કાર્યકરો જોડાયા રન ફોર મેરેથોન માં જોડાયા હતા.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે રન ફોર ડેવલપમેન્ટ માં 1 થી 10 નંબર સુધીનાને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા.




