राष्ट्रीयકચ્છ

LCB ગાંધીધામ અને અંજાર પોલીસે અધધ..62 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..અભિનંદન હો..!

LCB ગાંધીધામ અને અંજાર પોલીસે અધધ..62 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..અભિનંદન હો..!

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઈચા.નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહી – જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલી છે.

 જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી. ગાંધીધામ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ પર સતત વોચ રાખી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.જાડેજા તથા પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓ સાથે એલ.સી.બી. ગાંધીધામ સ્ટાફ અને અંજાર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત આધારે મહારાષ્ટ્ર પાર્સીંગની બાંગલા બોડીની ટ્રક નંબર 4474 વાળીમાં ગે.કા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી ભુજ તરફ જઈ રહેલ છે અને સુગારીયા ગામ તરફ જવાના રસ્તાથી થોડે આગળ સુગારીયા રેલ્વે ફાટકથી પહેલા આશરે ત્રણસો મીટર બાતમી વર્ણન વાળી ટ્રક ભુજ તરફ જતી જોવામાં આવેલ તે વખતે ઉભી રાખી તે ટ્રકના ઠાઠામાં ગેર.કાયદેસર. રીતે  વિદેશી દારૂ તેમજ બીયર ભરેલ હોઈ જેથી પ્રોહી મુદામાલ તથા ટ્રક કબ્જે લઇ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .

 પકડાયેલ આરોપીઓમાં : ( ૧ ) અજીત વિઠ્ઠલ વાઘમલે ઉ.વ .૩૨ રહે કીડગાવ તા જી.સતારા ( મહારાષ્ટ્ર ) ( ૨ ) સંદિપ શંકર પવાર ઉ.વ .૩૭ રહે.ફ્લેટ ન .૧૨ પાલવી એપાર્ટમેન્ટ કાતલાવ સતારા ( મહારાષ્ટ્ર ) અને હાજર ના મળી આવેલ આરોપીઓમાં : ( ૧ ) અક્ષય સંજય ગવડે રહે . કરાડ તા.જી. સતારા મહારાષ્ટ્રવાળો કે જેના મો.નં. ૭૮૭૫૮ ૯૧૨૦૭ ( ૨ ) માલ મંગાવનાર તથા માલ મોકલનાર તથા તપાસ દરમ્યાન જે જણાઈ આવે તેનો સમાવેશ થાય છે.

કબ્જે કરેલ મુદામાલમાં  ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ ML ની કંપની શીલબંધ બોટલો નંગ -૭૧૫૨ કિં.રૂ. ૨૮,૧૨,૫૦૦ / ( ૨ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ મીલીના કવાટરીયા નંગ -૧૭,૦૪૦ કિં.રૂ. ૧૭,૦૪,૦૦૦ / ( ૩ ) બીયર ટીન નંગ -૩૩૬૦ કિં.રૂ. ૩,૩૬,૦૦૦ / ( ૩ ) ટ્રક નં- MH – 11 – AL – 4474 કિ.રૂ .૧૫,૦૦,૦૦૦ / ( ૪ ) મોબાઈલ ફોન નંગ -૨ જેની કિ.રૂ .૧૦,૦૦૦ / ( ૫ ) ટ્રકના આધારો તથા બીલ્ટી તેમજ જરૂરી આધાર પુરાવાના કાગળો કિં.રૂ. ૦૦ / ( ૬ ) કવરીંગના કોથળામાં પશુ આહારના કોથળા નંગ .૩૦ જેની કિ.રૂ .૦૦ / * કુલ્લે કિ.રૂ. ૬૩,૭૨,૫૦૦ / નો જપ્ત કરાયો હતો.

 આ કામગીરીમાં એલ.સી.બી.પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા તથા એલ.સી.બી.પુર્વ કચ્છ ગાંધીધામ સ્ટાફના માણસો તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Related Articles

Back to top button