દહેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમા ડોક્ટરોની તાનાશાહી વધી જવા પામી છે તો આ દવાખાના તમામ સ્ટાફની બદલી થાય તેવી તાલુકાની જનતાની ઉગ્ર રજૂઆત છે.
વિગતે જોઇએ તો, ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલું સરકારી દવાખાનામા ફરજ બજાવતા સરકારી ડોક્ટરોની તાનાશાહી ઘણા સમયથી વધી જવા પામી છે અને બપોર પછી દેહગામ તાલુકાના દર્દીઓની સારવાર આપવામાં આવતી નથી.
એટલુ જ નહીં પણ સારવાર કરાવવા આવનાર દર્દીઓ ઢોર હોય તેમ તેમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે અને વર્ષો જુના આજ દવાખાનામાં ફરજ બજાવતા અને રીઢા થઈ ગયેલા થઈ કેટલાક આરોગ્ય કર્મચારીઓ આ સરકારી દવાખાનમાં ફરજ બજાવે છે એમની પણ તાત્કાલિક બદલી કરી નાખવી જોઈએ અને મુખ્ય ડોક્ટરની તો તાનાશાહીથી લોકો ત્રાહિમામ પોકારી જવા પામ્યા છે.
ગઈકાલના બનાવને પગલે આંખો તાલુકો હચમચી જવા પામ્યો છે અને દહેગામ તાલુકાનું કોઈપણ દર્દી રાતે સારવાર માટે જાય ત્યારે તેને સીધા ગાંધીનગર જ રવાના કરી દેવામાં આવે છે તો પછી સરકારી દવાખાનુ બનાવવાનો શો અર્થ છે તેવી જનતા જવાબ માંગે છે.
છેલ્લા ઘણા સમયથી આ સરકારી દવાખાનામાં લોકો અને દર્દીઓ પરેશાન થવા પામે છે તેમ છતાં દહેગામના નેતાઓ આ બધું મુક બનીને તમાશા શા માટે જોયા કરે છે. હજી પણ આ તમામ સ્ટાફની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ દવાખાનાનું તંત્ર સુધરશે નહીં તેવી દહેગામ તાલુકાની લોક જનતામા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે મનુષ્યની જિંદગી સાથે ચેડા થાય તેમના માસુમ બાળકો મા વિના તડપે એવા ડોક્ટર સામે કડક કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરી છે.
અને વધારાનું જાણવા મળ્યું છે કે ગઈ કાલે જે મહિલાનો મોત થયું તેના પરિવાર પાસેથી ₹1,000 લીધા હોય તેવી માહિતી પ્રાપ્ત પરિવારના સગા પાસેથી પ્રાપ્ત થવા પામી છે તો પછી સરકારી દવાખાનામાં પણ જો આવો વહીવટ ચાલતો હોય તો પછી દહેગામની જનતા જાગૃત બની અને આવા નફ્ફટ ડોક્ટર સામે જિલ્લાના આરોગ્ય અધિકારી અને દહેગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગૃત બની તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા માંગ થવા પામી છે અને પરિવારોને યોગ્ય ન્યાય મળવો જોઈએ તેવી માંગ થઇ છે.




