સાબરકાંઠા જિલ્લા યુવા ઉત્સવ હિંમત હાઇસ્કુલ નંબર એકમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ઉત્સલવના સંભારંભ અધ્યક્ષ તરીકે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મહેશભાઈ ચૌધરી તથા આશાબેન પટેલ. હાજર રહ્યાં હતા. તો ઉદ્ઘાટક તરીકે હિંમતનગર કેળવણી મંડળના કાર્યકારી પ્રમુખશ્રી ગોપાલસિંહજી રાઠોડ(બાપૂ) તથા મુખ્ય મહેમાન તરીકે મંડળના પૂર્વ પ્રમુખશ્રી નાથાકાકા અતિથિ વિશેષ તરીકે આચાર્ય સંઘના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લાની વિવિધ સ્કૂલોના આચાર્યશ્રીઓ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં 200 ઉપરાંત જિલ્લાના કલાકારશ્રીઓએ ભાગ લઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો .હતો…આ ઉત્સવ કાર્યક્રમમાં લગ્ન ગીત. ભજન . સમુહ ગીત.. એક પાત્રીય અભિનય.. સાહિત્યની કૃતિઓ જેવી વિવિધ કલાકૃતિઓ રજૂ થઈ હતી. જેને હિંમતનગરની જનતાએ રસપૂર્વક કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સેલના કન્વીનર શ્રી પ્રકાશ વૈદ તથા હિંમત હાઈસ્કૂલના શિક્ષક શ્રી જીગ્નેશભાઈ શાહે કર્યું હતું.




