राष्ट्रीय
મોદીજીની વેદનાઃ હું 20 વર્ષથી અપમાન સહન કરૂ છું…પણ લોકો મારી સાથે છે..
મોદીજીની વેદનાઃ હું 20 વર્ષથી અપમાન સહન કરૂ છું...પણ લોકો મારી સાથે છે..
સંસદ બહાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસી સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટેલિફોનિક વાત થવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યુ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં તેમનીની મજાક ઉડાવવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે અને હજુ ગણતરી ચાલુ છે. તેમણે કહ્યુ હતુ કે સંસદ સંકુલની બહાર આવુ થવુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જો કે કોઈ પણ અપમાન મને રસ્તો બદલવા મજબૂર કરી શકે નહીં.




