આજના યુગમાં ડાયાબિટીસ (diabetes) ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે છે. પછી તે બાળક હોય કે વૃદ્ધ માણસ. જો કે ડાયાબિટીસ માટે ઘણી દવાઓ છે જે ડાયાબિટીસના લક્ષણો અથવા કોંપ્લિકેશનને આધારે લઈ શકાય છે, પરંતુ જો આપણે કુદરતી ઉપચારની વાત કરીએ તો, મેથી તેના એન્ટિ-ડાયાબિટીક ગુણોને કારણે ફાયદાકારક છે.
મેથીના દાણાના સેવનથી શુગરને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં તેના સેવનથી પાચન અને મેટાબોલીઝમ પણ નિયંત્રિત રહે છે. મેથી ફૂડ બ્રેકડાઉનને ધીમું કરીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરી શકે છે.
ડાયાબિટીસ માટે મેથીનો આ રીતે કરો ઉપયોગ:
મેથીની ચા- ડાયાબિટીસના દર્દીઓ માટે નિયમિત રીતે મેથીની ચા પીવાથી ફાયદો થઈ શકે છે. તેને શુગર વગર તૈયાર કરો. તેને બનાવવા માટે, એક કપ પાણી લો અને તેને ઉકાળો. એક ચમચી સૂકી મેથીના પાન અને એક ચમચી મેથીના દાણા નાખીને પીવો.
મેથીનો પાવડર બનાવો- મેથીના પાઉડરને બનાવવો થોડો કંટાળાજનક હોઈ શકે છે પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેને તૈયાર કરવા માટે, મેથીના દાણા, આલુના દાણા, સૂકા લીમડાના પાન અને કારેલા પાવડરને મિક્સ કરો અને તેને બારીક પીસી લો. આ પાઉડર દિવસમાં બે વાર બપોરે અને રાત્રે જમવાના અડધા કલાક પહેલા લેવું. આ ફાયદાકારક બની શકે છે.




