sabarkathaराष्ट्रीय

ખૂનના ગુનામાં ફરારી આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ

ખૂનના ગુનામાં ફરારી આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા , ગાંધીનગર વિભાગ , ગાંધીનગરનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલકુમાર વાઘેલા નાઓએ આપેલ સુચના અન્વયે પી.એલ.વાઘેલા પોલીસ ઇન્સપેક્ટર , એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પો.સ.ઇશ્રી . કે.કે.રાઠોડ તથા અ.હે.કોન્સ . રાકેશકુમાર વિનુભાઇ તથા પો.કોન્સ . નિકુંજકુમાર નરસિંહભાઇ વિગેરે સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી . કે.કે.રાઠોડ નાઓને માહિતી મળેલ કે , રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લાના મોહનગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં -૦૧૦૦ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૦૨,૩૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રાજેન્દરસિંગ દર્શનસિંગ રાજુ ઉ.વ. – ૧૯ રહે . કજાકપુર તા.જી.અલવર રાજસ્થાનવાળો રાજસ્થાનથી HR 56 AD 7248 નંબરની ટ્રકમાં બેસી મુંબઇ ખાતે જઇ રહેલ છે . જેને બદને સફેદ કાળા તથા આસમાની કલરના પટ્ટાવાળુ શર્ટ પહેરેલ છે.વિગેરે બાતમી આધારે તાત્કાલીક વિધ્યાનગરી , હિંમતનગર બાયપાસ રોડ ઉપર વાહન ચેકીંગ કરતાં સદરી બાતમી હક્તિવાળો નાસતો ફરતો આરોપી મળી આવતાં સદરી આરોપીને સી.આર.પી.સી. કલમ -૪૧ ( ૧ ) આઇ મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે .

આમ , એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓએ ખુનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે , એમ પી.એલ.વાઘેલા- પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠાએ જણાવ્યું હતું.

Related Articles

Back to top button