દહેગામ તાલુકાના મધ્યાન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોઈયા અને મદદનીશોએ પોતાની માગણીઓ નહીં સંતોષતા આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના મધ્યાન ભોજનના રસોઈયા ,સંચાલકો, અને હેલ્પરની રજૂઆત થવા પામી છે કે, અમોને સંચાલકોને 1600 રૂપિયા પગાર અને રસોઈ અને 1400 રૂપિયા પગાર અને હેલ્પર ને 500 રૂપિયા પગાર આપવામાં આવે છે તો આટલી કારમી મોંઘવારીમાં અમારું ઘર સંસાર કઈ રીતના ચલાવવું તે પેચીદો પ્રશ્ન બની ગયો છે.
અમારા બાળકોને અભ્યાસ કરાવવાનો ખર્ચો , ઘરનો ખર્ચો, અને અન્ય ખર્ચાઓ ,સાથે અમારે આટલા પગારમાં અમને શું પોસાય… એક બાજુ ગેસના ભાવ વધારા , બીજી બાજુ તેલ અનાજના ભાવ વધારા સામે અમારો પગાર એકદમ સામાન્ય ગણવામાં આવે છે એમાં અમારું અને અમારા પરિવારનું સંચાલન કઈ રીતે કરવું, તેથી અમારી રજૂઆતો છે કે અમારા પગારમાં વધારો કરવામાં આવે અને અમારી જરૂરિયાતો પૂરી થાય.
એના અનુસંધાનમાં આજે દહેગામ તાલુકાની 662 જેટલી સંચાલકોએ દહેગામ મામલતદાર પત્ર આપીને પોતાની રજૂઆત જણાવી છે. મધ્યાન ભોજનના સંચાલક કામિનીબેન જાનીએ જણાવ્યું છે કે અમારી મીંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે નોકરી ઉપર જઈશું નહીં તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા.




