राष्ट्रीय

બળતણઃ ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો….ડિઝલના ભાવ જૈસે થે….

બળતણઃ ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો....ડિઝલના ભાવ જૈસે થે....

વા વર્ષની શરૂઆત થતા જ દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.આપણા દેશમાં  દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. ત્યારે આજે આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું . જેથી ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો ,જ્યારે ડીઝલની કિંમત યથાવત રહી .

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે $70.50 પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને $75.89 પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. અન્ય રાજ્યની વાત કરીએ તો પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના રોજના ભાવની જાણકારી મેળવવા માટે , ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને સિટી કોડ લખીને માહિતી મેળવી શકાશે.  તેમજ BPCL ગ્રાહકો RSP અને સિટી કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. જ્યારે HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.

Related Articles

Back to top button