ગોપાલસિંહ બાપુ દ્વારા માન . વડાપ્રધાનશ્રીના જન્મદિને લઘુ રૂદ્ર યજ્ઞનું સન્માનજનક આયોજન…
ગોપાલસિંહ બાપુ દ્વારા માન . વડાપ્રધાનશ્રીના જન્મદિને લઘુ રૂદ્ર યજ્ઞનું સન્માનજનક આયોજન...

દેશના વડાપ્રધાન નરેન્દ્રબાઇ મોદીના 72મા જન્મદિને દેશ આખામાં વિવિધ રીતે ઉજવણીઓ થઇ છે. જેમાં સાબરકાંઠામાં પણ ભારે ધામધૂમથી સન્માનપૂર્વક ઉજવણી થઇ છે. જેનો શ્રેય એનજી પ્રોજેક્ટના અગ્રણી ગોપાલસિંહ રાઠોડ(એનજી)ને ફાળે જાય છે. તેમણે લોકપ્રિય વડાપ્રધાનના દિર્ઘાયુ માટે લઘુ રૂદ્ર યજ્ઞનું આયોજન કરીને એક પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે. જે તેમની ભાજપ પ્રત્યેની પ્રતિબધ્ધતા અને કટિબધ્ધતા દર્શાવે છે.
વિગતે જોઇએ તો જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ભોલેશ્વર મંદિર ખાતે માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીના 72મા જન્મદિવસ નિમિતે લઘુ રૂદ્ર યજ્ઞનું આઈયોજન શહેરના જાણીતા ગ્રુપ એન.જી પ્રોજેક્ટ અને મંદિર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રભુ પ્રાર્થનાસહ જન્મદિન મનાવાયો હતો..
દેશના સૌથી વધુ લોકપ્રિય એવા વડાપ્રધાન માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ કામના અર્થે લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ નું આયોજન ભોલેશ્વર મંદિર, હિંમતનગર ખાતે યોજાયો હતો
જેમાં સૌ પ્રજાજનો, શુભેચ્છકો ને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આયોજક શ્રી ગોપાલસિંહ રાઠોડ(બાપુ)ના આમંત્રણને માન આપીને હાજર રહ્યાં હતા. અને બાપુ સહિત સૌ કોઇએ વડાપ્રધાનના દિર્ઘાયુ માટે પ્રાર્થના અને કામના વ્યકત કરી હતી. આયોજક તરીકે શ્રી ગોપાલસિંહ રાઠોડ (N.G.) તથા સમસ્ત ભોલેશ્વર મંદિર ટ્રસ્ટીગણને સૌ કોઇએ અભિનંદન પણ આપ્યા હતા.




